સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો: મધ્ય પ્રદેશમાં સોયાબીનની આવકો ઓછી થઈ
30-01-2025

મલેશિયામાં પામતેલના ભાવ ઝડપી ઉંચકાયા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો. અન્ય ખાદ્યતેલોમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલ વાયદાના ભાવ ૨૯થી ૯૧ પોઈન્ટ ઉંચકાયા હતા. સૌરાષ્ટ્ર- ગોંડલ ખાતે સિંગતેલના ભાવ ઘટી રૂ. ૧૩૫૦ ૨હ્યા હતા.
મલેશિયામાં પામતેલના ભાવ ઝડપી ઉંચકાયા
જ્યારે ત્યાં કોટન વોરડના ભાવ રૂ.૧૨૦૦થી ૧૨૨૦ તથા કોટન રિફાઈન્ડના રૂ. ૧૨૫૫થી ૧૨૯૦ રહ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં કુપાસિયા તેલના ભાવ રૂ.૧૨૭૦ રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૧૩૧૦ જ્યારે સોયાતેલના ભાવ રિફાઈનાના રૂ.૧૨૯૫ રહ્યા હતા. સનફળાવરના ભાવ રૂ.૧૨૮૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૫૫ જ્યારે મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ રૂ.૧૩૩૫ તથા રિફાઈન્ડના રૂ. ૧૩૨૫ રહ્યા હતા. રશિયા પાસે સનફલાવરની નિકાસ પરની ડયુટી વધારવા નિર્ણપ કર્યાના વાવડ હતા.
મુંબઈ બજારમાં દિવેલના ભાજર ભાવ આજે રૂ.૯ ઘટતા હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૪૫ તૂટ્યા એરંડા વાયદા બજારમાં ઘટાડે માનસ લેવાનું જોવા મળ્યું હતું. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ એરા ખોળના રૂ.૧૦૦ ઘટયા હતા. જ્યારે અન્ય બોળો શાંત રહ્યા હતા. મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૧૫થી ૧૩૨% જયારે સોયાતેલના રૂ.૧૨૪૫થી ૧૨૫૫ તથા સનફલાવરના ૧૩૪૦થી ૧૩૫૦ રહ્યા હતા. હઝીરા ખાતે કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૫૦ રહ્યા હતા. મસ્ટર્ડ સરસવની આવકો રાજસ્થાનમાં ૭૫ હજાર જ્યારે ઓલ ઈન્ડિયા ૧ લાખ ૬૫ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ ૬૧૨૫થી ૯૧૫૦ રહ્યા હતા.