સિંગતેલના ભાવ ચાર વર્ષના તળિયે, સાઈડ તેલોના ભાવ સમાન થઈ ગયાં

16-04-2025

Top News

રાજ્યમાં મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર થઈ જતા

આ વર્ષે મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં ૫૦ લાખ ટનને પાર થઈને ૫૦.૭૨ લાખ ટનનો અંદાજ સત્તાવાર જાહેર કરાયો છે, આ સ્થિતિમાં સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કર્યા પછી પણ ખેડૂતો પાસે રહેલ મગફળીનો મોટાભાગનો જથ્થો ખુલ્લા બજારમાં વેચાય છે જ્યાં અવિરત આવક સાથે ભાવ નીચા રહેતા તેની અસર રૂપે સિંગતેલના ભાવ આશરે ચાર વર્ષ બાદ ફરી એક વાર નીચી સપાટીએ આવ્યા છે. વેપારી સૂત્રો અનુસાર સિંગતેલ ગત બે-ત્રણ વર્ષોમાં મોંઘુ રહ્યું છે, ચાર વર્ષ બાદ તળિયાના ભાવ આવ્યા છે.

વેપારીઓ ફાફડાં સહિતના લાઈવ ફરસાણમાં સિંગતેલ વાપરવા માંડ્યા, વેચાણમાં ગત વર્ષથી ૧૫ ટકા વધારો

આજે તેલબજારમાં સિંગતેલના બે દિવસમાં વધુ રૂા.૧૫નો ઘટાડો થતા પ્રતિ ૧૫ કિર્લો નવા ડબ્બાના ભાવ રૂ।.૨૩૨૫-૨૩૭૫ના ભાવે સોદા થયા હતા. જ્યારે કપાસિયા તેલના રૂ।.૨૨૩૫-૨૨૮૫ના ભાવ નોંધાયા છે. પરંતુ, છૂટક બજારમાં ન્ડકપાસિયા તેલસિંગતેલના રિફાઈન્ડ કપાસિયા તેલ સિંગતેલના ભાવે વેચાય છે જેના પગલે હવે ખાસ કરીને ફાફડા ગાંઠિયા જેવું લાઈવ ફરસાણ  બનાવતા વેપારીઓ સિંગતેલનો ઉપયોગ કરી રહ્યા છે. જેના પગલે અગાઉ મોંઘાદાટ સિંગતેલ વખતે કૂલ તેલ વપરાશમાં તેનો હિસ્સો ઘટીને ૧૦-૧૫ ટકા થયો હતો તે હવે વધીને ૨૫થી ૩૦ ટકા થયો છે.

ગત વર્ષે માર્કેટ યાર્ડમાં મગફળી પ્રતિ ૨૦ કિલોના રૂ|.૧૧૦૦થી ૧૩૫૦ના ભાવથી વેચાતી હતી.આ વર્ષમાં ઉત્પાદન ૪૬.૪૫ લાખ ટન થયું હતું. જ્યારે ઉત્પાદનમાં ૪.૨૭ લાખ ટનનો વધારો થયો છે. અને માર્કેટ યાર્ડમાં હાલ મગફળી રૂા.૮૮૦થી ૧૨૩૦ના ભાવે વેચાઈ રહી છે. અર્થાત્ પ્રતિ મણે રૂા. ૧૦૦થી ૧૫૦નો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો માત્ર ગત વર્ષની સાપેક્ષે નહીં પરંતુ, ઈ.સ. ૨૦૨૨-૨૩ના વર્ષની ' સાપેક્ષે પણ નીચા છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates