સિંગતેલમાં ધીમી તેજી: ટ્રમ્પના આગમન પૂર્વે ચીન બ્રાઝીલના સોયાબીન તરફ વળ્યું

21-01-2025

Top News

વૈશ્વિક પામતેલ ત્રણ મહિનાના તળીયેથી ઉંચકાયું

મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ ઉંચકાયા હતા. અન્ય ખાદ્યતેલોના ભાવ ખેતરફી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી ३.૧૪૬૫ રહ્યા હતા. સૌરોપર ગોંડલ ખાતેસિંગતેલના ભાવ રૂ. ૧૪૨૫તથા ૧૫કિલોનારૂ.૨૨૮૦ રહ્યા હતા જ્યારે તથાં કોટન વોશના ભાવ રૂ.૧૨૨૫થી ૧૨૩૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ રૂ.૧૨૮૦ ૨હ્યા હતા.

મલેશિયા ખાતેથી પામતેલની નિકાસમાં ૧૮થી ૧૯ ટકાનો ઘટાડો

દરમિયાન, વિશ્વબજારમાં મલેશિયાબતે આજે પામતેલના વાયદાના ભાવ ૧૯થી ૨૯ પોઈન્ટ પ્લેસમાં રહ્યના સમાચાર હતા. ત્યાં વિતેલા સપ્તાહમાં પામતેલના ભાવ ગબડી ત્રણ મહિનાના તળીયે ઉતરી ગયા હતા તે આજે પ્રત્યાયાતી સુધારા પર રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે આયાતી પામતેલના ભાવરૂ ૧૩૨૦ રહ્યાહતા જ્યારે સોયાતેલના ભાવ રિફાઈનાના રૂ.૧૨૯૦ ભોલાઈ રહ્યા હતા.

મુંબઈ સનફલાવરના ભાવ રૂ. ૧૩૦૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૬૦ રહ્યા હતા. જ્યારે મસ્ટર્ડ-સરાવતેલના ભાવરૂ.૧૩૫૦ તથા રિફાઈન્ડના રૂ. ૧૩૮૦ રહ્યા હતા. મુંબઈ ડિવેલના હાજર ભાવ તથા એરંડાના હાજર ભાવમાં આજે ધીમો સુધારી જ્યારે એરંડા વાયદા બજારમાં ભાવમાં પીમો ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ એરંડા ખોળના રૂ.૧૦૦ વધ્યા હતા જ્યારે અન્ય ખોળોના ભાવ શાંત હતા. કંડલા ખાતે સોયાતેલ ડિગમના ભાવ ફૉરવર્ડમાં મે જૂન તથા જુલાઈ શિપમેન્ટના રૂ.૯૨૦૨હ્યા હતા.

મુંબ- હજીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલનારૂ. ૧૩૧૫થી ૧૩૨૫જજ્યારે સોયાતેલના રૂ. ૧૨૮૦થી ૧૨૯૦ અને સનફલાવરના રૂ. ૧૩૫૦થી ૧૩૭૦ રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં બ્રાઝીલના સોયાબીનના ભાવ નીચા ઉતરતાં ત્યાં ચીનની ખરીદી વધ્યાના સમાચાર હતા. ચીનનો વાયદો અમેરિકાના બદલે બ્રાઝીલ તરફ વળ્યા હતા.

દરમિયાન, સોયાબીનની આવકો આજે મધ્ય-પ્રદેશમાં ૧ લાખ ૩૦ હજાર તથા મહારાષ્ટ્રમાં પણ ૧ લાખ ૩૦ હજાર ગુણી આવી હતી. મધ્ય-પ્રદેશમાં મંડી ખાતે ભાવ જાતવાર રૂ.૪૦૦૦થી ૪૩૫૦ રહ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates