ગુજરાતમાં એકાએક વાવાઝોડાથી જનજીવન ખોરવાયું તોફાની પવન સાથે માવઠું : પાંચના મોત
06-05-2025

114 તાલુકામાં વરસાદઃ શિહોર ભાવનગરમાં સૌથી વધુ દોઢ ઈંચ
વેસ્ટર્ન ડિસ્ટબન્સથી ગુજરાતના મોટાભાગના સ્થળોએ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત્ રહ્યો છે. આજે ૫૩ તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં ૧ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં પાંચ વ્યક્તિઓના અલગ અલગ ઘટનામાં મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સોમવારે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર - ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટીને પડયા હતા. સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે. જયારે અન્ય ૧૦ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ-પોળકા હાઇવે પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું અને આણંદ શહેરમાં દિવાલ પડતાં વૃધ્ધાનું મોત થયું છે.
સુભાનપરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય દસને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
ઉનાળાના બે માસ વરસાદનું ટીપું પણ નપડયું ત્યારે હવે રાજ્યમાં આજે સાંજે માત્ર ચાર કલાકમાં, ખાસ કરીને સાંજે ૬થી ૧૦| દરમિયાન ૧૧૪ તાલુકામાં કમોસમી | વરસાદ નોંધાયો છે જેમાં રાજ્યમાં સૌથી વધારે શિહોર તાલુકામાં ૩૭ મિ.મિ. અને ભાવનગર તાલુકામાં ૨૭ મિ.મિ.વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગાંધીનગર,ધોળકા, વડોદરા, ચોટીલા સહિત સ્થળે અર્ધાથી એક ઈચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, જસદણ, વિંછીયા, ઉમરાળા, ગાંધીનગર ઉપરાંત ખેડા,ભરુચ,વડોદરા સહિત જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં મોડી રાત્રિદરમિયાન રાત્રિ દરમિયાન વંટોળિયો ફૂંકાયોહતોતેમજ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
આજે કચ્છ, ઉ.ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ
આજે રાત્રિના મૌસમ વિભાગની ચેતવણી મૂજબ આવતીકાલે કચ્છ જિલ્લામાં તેમજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે જેમાં કચ્છમા વાવાઝોડુ ત્રાટક્યું હોય તેવો ભારે પવન ફૂંકાવાની તેમજ વિજળીની પણ ચેતવણી અપાઈ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અને સુરત, ભરુચ, અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં પણ વરસાદ, વંટોળિયો અને વિજળીનું એલર્ટ અપાયું છે. સમગ્ર દેશમાં વર્ષાઋતુનું આગમન જે કેરલથી | તા.૧ જૂન આસપાસ થતું હોય છે તેના પહેલા જ એક સાથે આખા દેશમાં કમોસમી ચોમાસુ બેઠું છે. જેમાં તેમજ ગુજરાતમાં તા.૬થી ૮ દરમિયાન છૂટાછવાયા સ્થળે ભારે અને પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
વર્ષાઋતુના આગમન પૂર્વે સમગ્ર દેશમાં કમોસમી ચોમાસુ બેઠું, સૌથી વધુ વરસાદની આગાહી ગુજરાતમાં