ખાંડનું ઉત્પાદન 2024-25માં 265.2 લાખ ટન થવાનો મુકવામાં આવેલો અંદાજ

29-01-2025

Top News

એઈસ્તાના સેમીનાર બાદ ક્રોપ કમિટીએ મૂકેલો અંદાજ

ભારતમાં ચાલુ વર્ષે સુગર સીઝન ૨૦૨૪-૨૫માં ખાંડના ઉત્પાદનનો અંદાજ વાસ્તવિક અનુમાનની નજીક ૨૯૫.૨ લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસીયેશને (એઈસ્તા) મૂક્યો છે. ૨૫, જાન્યુઆરી ૨૦૨૫ના મુંબઈ ખાતે ૨૦૨૪-૨૫ સુગર સીઝનમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ મેળવવા એક દિવસીય સેમીનાર એઈસ્તા દ્વારા યોજાયો હતો.

જેમાં સુગર મિલો, રિફાઈનરીઓ, ખાંડના વેપારીઓ અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ હાઉસીસ, રિસર્ચ એનાલિસ્ટો-સમીયકો અને સર્વયરો સહિત ૧૦૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. એઈસ્તાના આ સેમીનાર દ્વાર ૨૭, જાન્યુઆરી ૨૦૨૫ના એઈસ્તાની ક્રોપ કમિટીની મીટિંગમાં ઉત્પાદનના અંદાજો બાબતે લાંબી ચર્ચા થઈ આ અભિપ્રાયો મેળવાયા હતા. જે મીટિંગ બાદ કમિટીએ રાજ્ય મુજબ ચાલુ સીઝનમાં કુલ મળીને ૨૯૫.૨ લાખ ટન નેટ સુકોઝ ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો, જે ગત વર્ષ સીઝન ૨૦૨૩-૨૪ના ૩૧૯ લાખટનનીતુલનાએ ૫૩.૮ લાખ ટન ઓછો મૂકાયો છે. આ આંકમાં બે ટકા વધઘટનો તફાવત જોવાઈ શકે છે.

ઈથેનોલના ઉત્પાદન માટે સુક્રોઝઉપયોગ માટેનો અંદાજ ૪૦ લાખ મેટ્રિક ટન મૂકાયો છે. ભારતમાં ખાંડના કુલ ઉત્પાદનમાં ઘટાડાના પ્રમુખ કારણોમાં ઉત્તર પ્રદેશમાં ચાલ સીઝનમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રેડ રોટ રોગ ફેલાતા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પૂરના પરિણામે સુગરની રિકવરી ઓછી રહેવાનો એદોજ છે. જયારે મહારાષ્ટ્રમાં ઓછા ઉત્પાદનનો અંદાજ વરસાદની અનિયમીતતા અને શેરડીમાં ફૂલ આવવાની સમસ્યા આ છે. સીઝન ૨૦૨૪-૨૫માં મિલો પાસે ઓપનીંગ સ્ટોક ૭૯.૮ લાખ ટન હોવાના અને અંદાજીત ઉત્પાદન ૨૯૫.૨ લાખટન સાથે કુલ ઉપલબ્ધિ ૩૪૫ લાખટન થવાનો અને એમાંથી અંદાજીત થર આંગલે વપરાશ ૨૯૦ લાખ ટન રહેવાનો અંદાજ અને અંદાજીત નિકાસ ૧૦ લાખ ટન થતાં ક્લોઝિંગ સ્ટો ૪૫ લાખ ટન જેટલો રહેવાનો અંદાજ એઈસ્તાની ક્રોપ કમિટીએ મૂક્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates