ગુજરાતમાં મેથીનું સૌથી મોટું ઉત્પાદક સુરેન્દ્રનગર અને વેચાણ મથક રાજકોટ

30-04-2025

Top News

એક વર્ષમાં 85 કરોડની 14,963 ટન મેથીનું વેચાણ

જેના લીલાછમ્મ પાંદડા ભજીયા, થેપલા માટે અને જેના દાણા (સીડ્ઝ) મસાલા તરીકે વપરાતા રહ્યા છે તે મેથીના પાકનો આમ તો મુખ્ય કૃષિ જણસીમાં સમાવેશ થતો હોતો નથી. પરંતુ, જાણીને આશ્ચર્ય થશે કે, ગુજરાતમાં વર્ષે 15 હજાર ટન જેટલી મેથીદાણાનું ઉત્પાદન થાય છે જે મુખ્યત્વે સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે અને તે ઉત્પાદનનું હબ છે તો રાજકોટનું બેડી યાર્ડે મેથી વેચવાનું એકમાત્ર મુખ્ય મથક બની ગયું છે.

ચાલુ એપ્રિલમાં જ 13,200 ટન મેથીની આવક, રાજ્યનું વાર્ષિક ઉત્પાદન 15,660 ટન

દેશમાં મેથી દાણાનું ગત વર્ષ 2023-24માં 2,49,540 ટન ઉત્પાદન થયું હતું તેમાં ગુજરાતમાં 15,660 ટન હતું. દર વર્ષે દેશનું સુધી ૭ટકા મેથી ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને ગુજરાત એટલેમુખ્યત્વે સુરેન્દ્રનગરમાંથાય સુરેન્દ્રનગરનું હવામાન રવી સીઝનના આ પાકને માફક આવ્યું છે અને ત્યાંના ખેડૂતો આ પાક લેવા માટે અનુભવી છે. સુરેન્દ્રનગરના ખેડૂતોને અમદાવાદ હાઈવે થઈને રાજકોટના યાર્ડમાં વેચાણ માટે આવવું અનુકૂળ રોડ નેટવર્ક ઉપરાંત માલનું ફટાકટ વેચાણ થતું હોવાથી અનુકૂળ આવી ગયું છે.

સમગ્ર દેશમાં 7 ટકા જેટલું મેથીનું ઉત્પાદન ગુજરાતમાં જે મુખ્યત્વે સુરેન્દ્રનગરમાં છે

રાજકોટના વેપારીઓ જથ્થાબંધ મેથી ખરીદી પરપ્રાંતમાં વેચે છે. આ કારણે ક્યારેક તો ધંઉ, ચણા જેવી જણસીથી પણ વધારે મેથી રાજકોટમાં ઠલવાય છે. રાજકોટ બેડી યાર્ડના સૂત્રો અનુસાર ચાલુ એપ્રિલ માસમાં આશ્ચર્યજનક ઉંચી, 13,200 ટન (1,32,000 ક્વિન્ટલ)ની રેકોર્ડ આવક નોંધાઈ છે. રાજકોટ બાર્ડમાં તા.1-4-2024થી તા.31-3-2025 ના વર્ષ દરમિયાન 1,49,631 કન્ટલ એટલે કે 14,963 ટન મેથી રાજકોટમાં ઠલવાઈ હતી જે સુરેરાશ પ્રતિ કિલો રૂા.56.90,ના ભાવે કૂલ રૂા.85.14 કરોડમાં વેચાઈ હતી. આમ, રાજ્યમાં મેથીનું જે ઉત્પાદન થાય છે તેના 90 ટકાથી વધારે રાજકોટમાં જ વેચાય છે. ચાલુ વર્ષમાં આ આંકડો ગત સુખો જણાવાય 20 કિલોના રૂા.870-1330ના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.

મેથીનો આરોગ્ય માટે વ્યાપક ઉપયોગ

  • ફાયબર હોવાથી પાચન, મેટાબોલીઝમ સુધારવા.
  • બ્લડસુગર નિયંત્રીત કરવા. ગેલેક્ટોમેનન તત્વને લીધે.
  • ખરાબ કોલેસ્ટોરલ ઘટાડવા.
  • સાંધાના દુખાવા માટે, એન્ટીઈન્ફલેમેટરી ગુણને લીધે. વગેરે માટે કડવી પણ ગુણકારી મેથીનો ઉપયોગ થતો રહ્યો છે.
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates