બજારમાં કાચી કેરીની આવક વધી, ભાવમાં ઘટાડો, 40 થી 60ની કિલો

11-03-2025

Top News

લીંબુના ભાવ વધવા સાથે ટમેટાના ભાવ ઘટીને કિલોના રૂ.પાંચ

ઉનાળો શરુ થવા સાથે જ બજારમાં કાચી કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ પાર્કમાં ગત તા.૩ માર્ચથી ધીમા પગલે આવક શરુ થઈ હતી જે આજે દૈનિક ૪૯૦૦ કિલો લેખે થઈ રહી છે. કાચી કેરીનો ઉપાડ પણ વધ્યો છે અને આ કેરી કેશ અથાણાથી માંડીને સલાડ (સંભારા)માં વપરાય 

અથાણાની કેરીની ટૂંકસમયમાં આવક શરુ થશે, પાકી કેરી હજુ બે મહિના પછી આવશે, શાકભાજીની આવક ઉનાળામાં યથાવત જારી

કાચી કેરીની આવક વધવાની સાથે ભાવ ઘટવા લાગ્યા છે, સપ્તાહ પહેલા પ્રતિ મણના રૂ।.૧૨૦૦-૧૪૦૦ના ભાવ આજે થટીને રૂ।.૮૦૦-૧૨૦૦ થયા હતા. અથાન્નાની કેરીની પણ ટૂંક સમયમાં આવક શરુ થવાની શક્યતા છે જ્યારે કેસર કેરી પાડેલી બજારમાં આવતા હજુ બે માસનો સમય થશે. જો કે સ્ટોર કરેલી કે કેમીકલથી પકવેલી કેરી બજારમાં છૂટીછવાઈ મળવા લાગી છે. એક તરફ લીંબુમાં આવક જળવાઈ રહેવા છતાં ઉનાળાની સીઝનના ભાવ વષીને પ્રતિ મણના રૂ।. ૧૨૦૦થી ૨૪૦૦એ પહોંચ્યા છે ત્યારે બીજી તરફ ટમેટા આ વખતે સરસ્તા મળી રહ્યા છે. આજે ૧૮૫૯ ક્વિન્ટલટમેટાની આવક સાથે તે પ્રતિ ૨૦ કિલો રૂા.૫૦થી ૧૫૦ના ભાવે સરેરાશ રૂ।.પાંચના કિલો લેખે વેચાયા હતા. જો કે છૂટક બજારમાં આ ભાવ બે-ત્રણ ગણા થઈ જતા હોય છે.

પાર્કમાં ડુંગળી-બટેટાની પોષમાર આવકની સાથે રીંગણા, કોબીજ, ભીંડો, ફ્લાવર, દુધી, કારેલા, સરગવો, કાકડી, ગોજર, લીલા વટાણા, તુવેરસીંગ, ગલકાં, બીટ, મેથી, લીલી ડુંગળી, લીલા મરચા, લીલુ લસણ, લીલી મકાઈ પણ નોંધપાત્ર પ્રમાણમાં આવી રહ્યા છે અને ભાવ પણ જળવાઈ રહ્યા છે. માત્ર ગુવાર, ચોળાસિંગ, સુરવા જેવા કેટલાક શાકભાજીના ભાવમાં વધારો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates