રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર રૂ.૧૫૦ પ્રતિ ક્વિન્ટલ આપશે બોનસ
26 દિવસ પહેલા

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ઘઉંની ખરીદી
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ટેકાનો ભાવે ઘઉં રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્વિ.જાહેર કરવામાં આવ્યાં છે જેનાં પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦/- પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવશે.
ખેડૂતોને તેઓનાં ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી નિયત કરેલી છે. રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ.૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે. જેનો ખેડૂતોને લાભ લેવા જિલ્લા મેનેજર ગ્રેડ-૧ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.