સૌરાષ્ટ્ર માટે હાલ ચેતવણી નથી પરંતુ, અસર થવાની શક્યતા

24-12-2024

Top News

તા. ૨૬થી ૨૮ ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની માવઠાંની ચેતવણી જારી

લાંબા સમયથી સૂકા, સૂર્યપ્રકાશિત હવામાનમાં હવે મોટી પલટો તોળાઈ રહ્યો છે. તા. ૨૬ ડિસેમ્બરે રાત્રે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાની સાથે સાયકલોનિક સર્ક્યુલેશન અને નીચલા લેવલનના પવન અને અભી સમુદ્રમાંથી ખેંચાતા ભેજના પગલે તા. ૨૯ ડિસેમ્બર ગુરુવારથી તા. ૨૮ ડિસેમ્બર શનિવાર સુધી રાજ્યમાં માવઠાંની ચેતવણી મૌસમ વિભાગે જણાવ્યું છે 

રાજ્યના ૪૩ લાખ હે.માં વાવેતર અને લાખો ટન તૈયાર કૃષિપેદાશો ઉપર તોળાતો ખતરો,ખેડૂતોને માલ ઢાંકીને રાખવા યાર્ડ-ખેતી વિભાગની સૂચના

આ માવઠાં સામાન્ય છાંટા નહીં પણ વિજળીના કડાકા ભડાકા સાથે અને કલાકના ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે મોસમ વિભાગે દેશના ૧૩ રાજ્યોને તોફાની વરસાદની આગાહીનો મેસેજ જારી કર્યો ફૂંકાતા પવન સાથે વરસદાવાની ચેતવણી પણ જારી થઈ છે.

માત્ર ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, લડાખ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ એમ ૧૩ રાજ્યોને તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મૌસમ વિભાગ દ્વારા આ મેસેજ જારી કરવામાં આવ્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates