ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ઉનાળો અતિ આકરો રહેશે

11-03-2025

Top News

ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની અસરો વધુ ભયાનક બનવા લાગી છે

જંગલો કપાતા જાય છે, શહેરોમાં વૃક્ષો ઘટે છે અને બાંધકામો વર્ષ છે, ઈલેક્ટ્રીસિટીનો ઉપયોગ બેફામ વધવા સાથે તેનું ઉત્પાદન માટે કોલસો, ગેસ સળગાવવા પડે છે, વાહનોના વસ્તીવધારા સાથે ઈધણનો વપરાશ વધ્યો છે જે તમામનું પરિણામ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન પર જોવા મળ્યું છે અને તેની ભયાનક અસરોવિશ્વભરમાં વર્તાવા લાગી છે. આસ્થિતિમાં વિશ્વ મૌસમ સંગઠને ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ઉનાળો (માર્ચથી મે-૨૦૨૫) અતિ આકરો રહેવાનું અને સામાન્યથી અધિક તાપમાન રહેવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે.

આ વર્ષે વૈશ્વિક હવામાનને અસર કરતો ઠંડો પ્રવાહ લા નીના છતાં ગ્લોબલ વોર્મિંગ જારી રહ્યું, જાન્યુઆરી-ફેબ્રુઆરી સૌથી ગરમ રહ્યા

આ પહેલા ભારતીય મૌસમ વિભાગે પણ ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં આ વખતે ઉનાળામાં અતિશય ચરમી સાથે માર્ચથી જ હીટવેવનું પૂર્વાનુમાન જારી કર્યું હતું અને હાલ ગુજરાત સહિત રાજ્યજ્યમાં અસામાન્ય ઉંચુ તાપમાન નોંપાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે ગત ડિસેમ્બર માસથી પ્રશાંત મહાસાગરમાં અલ નીનો પ્રવાહથી વિપરીત ઠંડો પ્રવાહ ગણાતો નબળો લા નીના પ્રવાહ હતો છતાં જાન્યુઆરી માસ વિશ્વભરમાં સૌથી ગરમ મહિનો રહ્યો છે. આ લાનીના પ્રવાહ પણ અલ્પજીવી રહેવાની આગાલી જે દિવસ પહેલા થઈ છે. ઉપરાંત ફેબ્રુઆરી માસ સૌથી ગરમ છે. અગાઉ સમુદ્રી પ્રવાસી જેવા કુદરતી પરિબળો હવામાનને અસર કરતા તેના કરતા વધુ અસર ઉપરોક્ત માનવીય પ્રવૃતિઓથી થઈ રહી છે. અને આ અસર છે વધુને વધુ ગરમી

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates