રાજકોટ જિલ્લામાં હજારો ગરીબો રાશનકાર્ડના જથ્થાથી વંચિત રહ્યાં
10-06-2025
સસ્તા અનાજના વેપારીઓનો કલેક્ટર કચેરીએ ધસી જઈ રજૂઆત
રાશનકાર્ડ ધારકો માટે પુરવઠા તંત્રએ સમયસર પુરતો જથ્થો નહીં મોકલતા રાજકોટ શહેરમાં આશરે હજાર સહિત જિલ્લામાં અંદાજે હજાર કાર્ડધારકો રાશનથી વંચિત જતા રોપની લાગણી પ્રસરી છે તેમ આજે જિલ્લા કલેક્ટરે ધસી આવેલા રાજકોટ શહેર ફેરપ્રાઈઝ શોપ એસોસીએશને જણાવ્યું હતું.
અનેક દુકાનોમાં જૂનનો જથ્થો ૩૧ મે સુધી પહોંચ્યો ન્હોતો, છેલ્લા દિવસોમાં જથ્થાનું ટૂંકી મુદ્દતમાં વિતરણ શક્ય ન બન્યું
પૂરવઠા નિયામકને પુરવઠા અધિકારી મારફત કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મૂજબ સરકારના તા. ૧૩ મેના પરિપત્ર મૂજબ મે અને જૂન માસનું વિતરણ મે મહિનામાં કરવાનું ૨૦ ઠરાવાયું હતું પરંતુ, તા.૩૧ મે સુધી ૫૦ રાજકોટ સહિત જિલ્લામાં સસ્તા રહી અનાજની દુકાને આ જથ્થો પહોંચાડવામાં આવ્યો હોતો. ત્યારબાદ તા. ૧થી ૫ જૂન વિતરણની મુદત લબાવી પરંતુ, રાજકોટના દુકાનદારોને જૂન મહિના માટેના જથ્થાના વિતરણના છેલ્લા દિવસોમાં જથ્થો મળતા રાશનકાર્ડધારકોનો દુકાનો પર ભારે ધસારો થયો હતો.
તેમને મૂશ્કેલી પડી હતી. હજારો રાશનકાર્ડ ધારકો જથ્થાથી વંચિત રહેતા તેમનામાં રોપ ફાટી નીકળ્યો છે અને આ રોષનો ભોગ દુકાનદારો બની રહ્યા છે. આથી સરકાર તા. ૧૩ મે બાદ જે રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું હોય તેમને પણ જથ્થો મળી રહે તે માટે રૂરિયાત મૂજબ દુકાનદારોને પુરક પરમીટ આપવા તથા જૂન માસના વિતરણને લંબાવવા ભારપૂર્વક માંગણી કરાઈ છે.