સૌરાષ્ટ્રમાં મુશળધાર માવઠાં જારી, માળિયામાં અઢી, સાવરકુંડલા બે ઈંચ

10-05-2025

Top News

હજુ આજે અને કાલે તોફાની વરસાદનું યલો એલર્ટ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આજે પણ કમોસમી ચોમાસુ વેગવંતુ રહ્યું હતું અને સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, અમરેલી ,દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લામાં વ્યાપક વરસાદ વરસ્યો છે જેમાં જુનાગઢના માળિયા હાટીના તાલુકામાં સાંજે ૬થી ૮ વચ્ચે બે કલાકમાં બે ઈંચ સહિત રાજ્યમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ આજે નોંધાયો છે. ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં સવારે જ્યારે સૌરાષ્ટ્રમાં સાંજે ધોધમાર કમોસમી વરસાદ રસાદ વરસ્યો હતો. હજુ આવતીકાલે અને રવિવારે પણ છૂટાછવાયા વરસાદની અને તીવ્ર પવનની ચેતવણી જારી કરાઈ છે.

કોટડાસાંગાણી ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર, ગોંડલી ડેમમાં ૨ ફૂટ નવું પાણી

અમરેલી જિલ્લામાં આજે પણ કમોસમનો વ્યાપક વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલામાં બે ઈંચ, બગસરામાં સતત ચોથા દિવસે પોણો ઈંચ વરસાદની સાથે એક તરફ કૃષિમાં નુક્શાનથી ખેડૂતોની ચિંતા વધી હતી અને બીજી તરફ પાણી ભરાવા, વિજપૂરવઠો ખોરવાઈ જવાના પ્રશ્નોથી લોકોની હાલાકી વધી હતી. લીલીયામાં અર્ધો ઈંચે વરસાદ વરસ્યો હતો.

આજે-કાલે વરસાદનું એલર્ટ, કાલથી ફરી ગરમીમાં વધારો

શનિવાર રવિવારના બે દિવસ મૌસમ વિભાગે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓ કિ.મી.ની ઝડપ સુધી વંટોળિયાની ચેતવણી આપી છે. જ્યારે આગામી સુપ્તાહ સુધીમાં તાપમાનનો ફરી ૫ સે. સુધી ઉંચકાઈને ૪૦ સે.ને પાર થતા ગરમી અનુભવાશે.

જાફરાબાદ દરિયામાં ભારે પવનની આગાહીના પગલે માછીમારી બોટોને ટોકનઈસ્ય નહીં કરવા અને માછીમારોને દરિયો નહીં ખેડવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સૂચના જારી કરાઈ હતી. દરિયામાં દૂર રહેલી બોટને કિનારે આવી જવા માટે સૂચના આપવામાં આવી હતી. દરિયામાં જાફરાબાદની ૩૮૫, નવાબંદરની ૨૮૧, રાજપરાની ૧૩૬, શિયાળબેટની ૧૩, ચાંચબંદરની ૩ મળીને કૂલ ૮૨૮ ફીશીંગ બોટો દરિયામાં હતી જેનો સંપર્ક કરીને પરત બોલાવવા કાર્યવાહી થઈ હતી. સોરઠ પંથકમાં માળિયા હાટીના ઉપરાંત મેંદરડા, વંથલી તાલુકામાં એક ઈંચ, જુનાગઢ, શહેર તાલુકામાં અર્ધાથી પોણો ઈંચ, ભેંસાણ તાલુકામાં અર્ધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભાવનગરના પાલિતાણા, ગારિયાધરમાં દોઢ ઈંચ, દ્વારકા જિ. ના ભાણવડમાં એક ઈંચ, પોરબંદરના કુતિયાણા, સોમનાથ જિલ્લાના ગીરગઢડા, તાલાલામાં પોણોથી એક ઈંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું.

જાફરાબાદમાં દરિયો તોફાની, ૮૨૮ ફીશીંગ બોટો દરિયામાંથી પરત બોલાવી લેવા કાર્યવાહી

રાજકોટ મહાનગરમાં આજે વધુ પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો અને માર્ગો ભીંજાયેલા રહ્યા હતા. સાંજે ધૂપછાંવનું હવામાન હતું. જિલ્લાના | ધોરાજીમાં ધોધમાર એક ઈંચ વરસાદ સાંજે વરસી ગયો હતો. કોટડાસાંગાણી તાલુકડાના ભાડવા, પાંચ તલાવડા, ખોખરી, રાજપીપળા, સર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર માવઠાં વરસ્યાના અહેવાલો છે અને આ ગામોની નદીઓમાં પૂર આવ્યા હતા તથા ગોંડલી ડેમમાં ભરઉનાળે બે ફૂટ નવા પાણીની આવક થઈ છે. ૧૪ ગામોમાં વિજપૂરવઠો ખોરવાઈ ગયો હતો.

સાવરકુંડલામાં ૨ ઈંચ, ધોરાજી, રાજકોટ, પાલીતાણા, તાલાલા, ભાણવડ, કુતિયાણા, કેશોદ, મેંદરડા, વંથલી, જુનાગઢમાં અર્ધાથી એક ઈંચ વરસાદ

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates