વેપારીઓ સફેદ ડુંગળી 200 રૂપિયે મણના ભાવે ખરીદશે
29-04-2025

ચાલુ વર્ષે સફેદ ડુંગળીનું 149 કિવ. ઉત્પાદન થશે
ચાલુ વર્ષે ગુજરાતમાં લાલ ડુંગળીની સરખામણીમાં સફેદ ડુંગળીની વધુ વાવેતર થયુ છે. સફેદ ડુંગળીનુ રેકર્ડબ્રેક ઉત્પાદન થયુ છે ત્યારે ભાવ ગગડયાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે તે માટે રાજ્ય જય કૃષિ વિભાગે પ્રયાસો હાથ ધર્યાં છે. છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની બેઠકમાં સફેદ ડુંગળી ૨૦૦ રુપિયે મણના ભાવે ખરીદવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે.
મબલખ ઉત્પાદન થતાં સફેદ ડુંગળીના ભાવ ગગડ્યાં, રાજ્ય કૃષિ વિભાગ ખેડૂતોની વ્હારે આવ્યું
ગુજરાતમાં ચાલુ વર્ષે રવિ ઋતુમાં, ૯૩,૫૦૦ હેક્ટરમાં ડુંગળીનુ વાવેતર થયુ છે. વર્ષ ૨૦૨૫માં ડુંગળીનુ કુલ ઉત્પાદન ૨૪૮ ક્વિન્ટલ થાય તેવી શક્યતા છે. હાલ ખેતરોમાં ડુંગળીના પાક ઉતારવાનું ચાલુ છે. ગુજરાતમાં ડુંગળીના કુલ વાવેતરમાં ૬૦ ટકા લાલ ડુંગળી જ્યારે ૪૦ ટકા સફેદ ડુંગળીની વાવણી થાય છે. આ વર્ષે ૫૬,૧૦૦ હેક્ટરમાં સફેદ ડુંગળીની વાવણી થઈ છે જેથી ૧૪૯ ક્વિન્ટલ ડુંગળીનુ ઉત્પાદન થવાની સંભાવના છે.
સફેદ સફેદ ડુંગળીના ડુંગળીના મબલખ ઉત્પાદનને પગલે એકાદ અઠવાડિયા પહેલાં જ ભાવ ગગડયા હતાં જેથી ખેડૂતો ચિંતાતુર બન્યાં હતાં જેના પગલે કૃષિ વિભાગે ઓલ ઈન્ડિયાવેજીટેબલડીહાઈડમેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી. સફેદ ડુંગળીનું પ્રોસેસિંગ થાય છેત્યારે ખેડૂતોને મણના રૂા. ૨૦૦ મળે માટેચર્ચા થઈ હતી. ખેડૂતોને પુરતા ભાવ મળે અને એ જ પાકના વાવેતરથી દૂર ન થાય તે માટે કૃષિ વિભાગે આ દિશામાં પ્રયાસો કર્યાં હતાં.