સુરતમાં બે દિવસ મિલેટ્સ મહોત્સવ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના 75 સ્ટોલ મુકાશે
05-02-2025

મુખ્યમંત્રી વર્ચ્યુઅલ સંબોધન કરશે
ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ ને મિલેટ્સ પર જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સુરત સહિત ગુજરાતમાં પણ મિલેટ્સ ને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ કરવામા આવી રહ્યા છે. હવે પ્રાકૃતિક ખેતી દ્વારા થયેલા મિલેટ્સનો સ્વાદ સુરતીઓને મળે તે માટે આગામી ૮-૯ ફેબ્રુઆરીના રોજ સુરતના વનિતા વિશ્રામ ખાતે મિલેટ્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિલેટસ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી વર્ચ્યુઅલ સંબોધન કરશે.
તા.૮,૯ ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામ ખાતે આયોજનમાં સુરતીઓ મિલેટ્સ વાનગીઓના સ્વાદ માણી શકશે
આ વર્ષે પણ પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ સુરત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા કક્ષાનો મિલેટ્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના આયોજન અંગે મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ ના અધ્યક્ષસ્થાને સુડા ભવન ખાતે બેઠક મળી હતી
આ મિલેટ્સ મહોત્સવમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નવસારી જિલ્લાના ૬૦ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો કપ જેટલા સ્ટોક્ષ માં મિલેટ્સ ઉત્પાદનો વેચાણ માટે મુકવામાં આવશે. આ ઉપરાંત આ ખેડૂતો સુરતીઓને મિલેટ્સ ની વિશેષતાઓ અંગે જાણકારી આપશે. લુપ્ત થઈ જતી વાનગી અહીં પીરસવામાં આવશે. ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા સુરત જિલ્લાના ખેડૂતો પણ અહીં શાકભાજી, વિવિષ મિલેટ્સ તેમજ મસાલાઓનું વેચાયા કરવામાં આવશે.
પ્રાકૃતિક ખેતપેદાશો કરતા સુપા અહીં મિલેટ મહોત્સવમાં ભાગ લેશે. શહેરીજનોને મિલેટ્સની વસ્તુઓ બાદમાં ખરીદવી હોય તો આ મહોત્સવમાં તમામ વેચાણકર્તાઓ ની માહિતી પણ ડિસ્પલે કરાશે. આજની પેઢી ફાસ્ટહુડ,જંકફૂડ તરફ વળી ગઈ છે અને જૂની વાનગીઓ અને આરોગ્યવર્ધક વસ્તુઓ વિશે તેઓને જાણકારી જ ન હોય, મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુવાર, બાજરી, નાગલી, તાજા શાકભાજી, લુપ્ત થતી આંબામોર, ઈન્દ્રાણી બ્લેક રાઈસ, લાલ કડા વગેરે વસ્તુઓ પણ આ જગ્યાએથી સુરતીઓને મળી શકશે. તે વર્ષે દયાળજી આશ્રમ ખાતે આ મિલેટ મહોત્સવ યોજાયો હતો. જેમાં ૨ દિવસીય મહોત્સવમાં ૩૦ થી ૩૫ લાખનો વ્યાપાર થયો હતો. આ વર્ષે વધુમાં વધુ લોકો આ મહોત્સવમાં ભાગ લે તે માટે અપીલ કરવામાં આવી છે.