સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત, ધૂળની ડમરી સાથે તેજ પવન ફૂંકાયો

28 દિવસ પહેલા

Top News

સાવરકુંડલા અને તાલાલા પંથકમાં ધોધમાર દોઢ ઈંચ માવઠું

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો સિલસિલો આજે બુધવારે પણ યથાવત રહ્યો હતો. આજે વંટોળ સાથે તેજ પવન પણ ફૂંકાયો હતો. સાવરકુંડલા અને તાલાલા પંથકમાં ધોધમાર દોઢ ઈંચ માવઠું વરસ્યું હતું. જયારે માળિવા હાટીનાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બે ઈંચ સુધીના વરસાદથી ખેતીપાકને નુકસાન થયાની બૂમ ઉઠી હતી. આજે માંગરોળમાં એક ઈંચ, ધારી અને રાજુલામાં અડધો ઈંચથી પાણી-પાણી થઈ ગયું હતું. અન્ય એકાદ ડઝન તાલુકા મથકોએ હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

માળિયા હાટીનાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બે ઈંચ સુધીના વરસાદથી ખેતીપાકને નુકસાન, માંગરોળમાં એક ઈંચ, ધારી અને રાજુલામાં અડધો ઈંચથી પાણી-પાણી

રાજકોટ, જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદર જિલ્લામાં આજ ક્યાંક જ હળવા ઝાપટાં વરસ્યા હતા. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં આજે પણ તોકાની ઝાપટાંથી માંડીને બે ઈંચ સુધીનો કમોસમી વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ માળિયા હાટીના તાલુકાના કમળાપુર, બાયુ કડાવા, ભીલડી વગેરે ગામોમાં એક-બે ઈંચ વરસાદથી ખેતીપાકને નુકસાન થયું હતું. આ સાથે માળિયા હાટીના અને માંગરોળમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ભેંસાલ, વંથલી અને જૂનાગઢમાં હળવા-ભારે ઝાપટાં પડ્યા હતા, પછ આજે પવનની ગતિ કપુ રતી હતી અને જોરદાર વંટોળ પણ ફુકાયો હતો.

અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી ધનધોર વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. સાવરકુંડલા શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો અને રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ સાથે ગાયકડા અને સીમરન ગામે પણ પોધમાર વરસાદ ખાબકયો હતો. રાજુલા પંથકમાં કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં આજે વરસાદ પડયો હતો. ખાંભા ગીર પંથકમાં નેસડી, તાતણીયા, દાઢીયાળી, નાનુડી, ઉમરીયા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં એકાદ ઈંચ જેવો વરસાદ ખાબકયો હતો. જાફરાબાદ વિસ્તારો આંબરડી, છતડીયા ગામ ઉપરાંત વડીયા પંચકમાં કુંઢીયા પીપરીયા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદથી બાજરો, ડુંગળી, કેરી સહીતનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો સહાયની માગ કરી રહ્યા છે.

સાત દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી

રાજકોટ, બુધવાર ચોમાસાના આગમન પહેલા જ કમોસમી વરસાદથી અનેક જિલ્લાઓમાં પાણી પાણી થવાનું શરુ થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગે હજુ આગામી સાત દિવસ સુધી તોફાની માવઠાની આગાહી કરી છે. એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ૨૬ તારીખ સુધી તોફાની પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ₹૦ થી ૮૭ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

ગીર સોમનાથ જિલ્લામાં આજે તાલાલા પંથકમાં બપોરબાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો. ભારે પવનના કારણે કેસર કેરીના બગીચામાં કેરી ઉતારવાની કામગીરી ઠપ્પ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી અનેક ગામોના નાળાં, વોંકળામાં નવા પાણી વહેતા થઈ ગયા હતા. આજે વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉનામાં પણ હળવા-ભારે ઝાપટાંથી માર્ગો જળબંબોળ બન્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates