સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ગાજવીજ સાથે વધુ ત્રણ ઈચ સુધીનો વરસાદ, ખરીફ પાકને નુકસાન

14-10-2024

Top News

ચોમાસાની વિદાય બાદ પણ અવિરત મેઘવૃષ્ટિ

સૌરાષ્ટ્રમાં ચોમાસાની વિદાય બાદ પણ અવિરત મેઘવૃષ્ટિ યથાવત રહી છે. આજે મેઘાડંબર અને ગાજવીજ વચ્ચે ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. વિસાવદરમાં સાબંલાધારે ત્રણ ઈંચ અને અમરેલીમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ખંભાળિયામાં દોઢ ઈંચ તો ગોંડલ, કોટડાસાંગાણી, તાલાલા, જામકંડોરણા, માંગરોળ, કુતિયાણામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે પણ પાછોતરા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતનાં ખરીફ પાકને નુકસાન થયું હતું. ગોંડલમાં બે સ્થળે વીજળી ત્રાટકતા ફફડાટ ફેલાયો હતો.

વિસાવદરમાં સાંબેલાધારે ત્રણ ઈચ- અમરેલીમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર: ખંભાળિયામાં દોઢ ઈંચ તો ગોંડલ-કોટડાસાંગાણી-તલાલા, જામકંડોરણા-માંગરોળ-કુતિયાણામાં એક ઈચ, રાજકોટ શહેરમાં આજે સવારથી ધૂંપ-છાંવનાં માહોલ બાદ બપોરે અડધો ઈંચ વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. કોટડાસાંગાણી પંથકમાં આજે વધુ એક ઈંચ વરસાદ પડતા મગફળી, કપાસ, સોયાબીન, મરચાં, ડુંગળી જેવા પાકને નુકસાન થવાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. એ જ રીતે જામકંડોરણામાં પણ આજે વધુ એક ઈંચ અને ધોરાજીમાં અડધો ઈંચ વરસાદથી રસ્તાઓ જળતરબોળ બન્યા રાણાવાવ હતા. મોરબી જિલ્લામાં પણ આજે બપોર બાદ વાંકાનેર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં રવિવારે સતત બીજે દિવસે ગાજવીજ સાથે દોઢ ઈંચ વરસાદ પડયો હતો.

ઉમવાડા અંડરબ્રિઝ તથા રાતાપુલ હેઠળ પાણી ભરાતા ટ્રાફિક ઠપ્પ થઈ જવા પામ્યો હતો. સહજાનંદનગરમાં ખાલી પ્લોટ તથા નિલેશભાઈ આડતીયાના મકાનનાં ફળીયામાં વિજળી પડી હતી. જેને કારણે કોઈ જાનહાનિ નથી થઈ પણ સોસાયટીના મોટાભાગનાં ઘરોમાં ફ્રીઝ, ટી.વી. એ.સી. સહિતનાં ઉપકરણો બળી ગયા હતા. પાંચીયાવદર, ખરેડા પટ્ટીમાં ધોધમાર સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો તથા ખેતરોમાં પાણી ભરાયા હતા. છેલ્લા બે દિવસનાં ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ વાવેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

પાછોતરા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના ખરીફ પાકને નુકસાન, ગોંડલમાં બે સ્થળે વીજળી ત્રાટકતાં ગભરાટ

જામજોધપુરમાં ગઈકાલે શનિવારે ધોધમાર અઢી ઈંચ વરસાદ પડી ગયા બાદ આજે સવારે ઉઘાડ નીકળ્યો હતો. પરંતુ પરંતુ રાત્રિના આઠ વાગ્યાથી ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ફરીથી પીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના કડાકા- ભડાકાની સાથે મેઘરાજાની ફરી પધરામણી થઈ છે.

ખંભાળિયા પંથકમાં ગઈકાલથી મેથુરાજાએ મુકામ કપી છે. ત્યારે ગઈકાલે રાત્રિના વરસાદથી અનેક ગરબાના આયોજનોમાં વિક્ષેપ પડ્યો હતો. જ્યારે આજે વીજળીના ગંગડાટ સાથે એક ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે.

ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયેલા ગરમીના વાતાવરણ વચ્ચે ગઈકાલે રાત્રે ખંભાળિયામાં વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા માગી પાણી પાણી થઈ ગયા હતા. ગઈકાલે દશેરાના જુદા જુદા ગરબા મંડળીના આયોજન તેમજ સંસ્થાના ગેટ ટુ ગેધરમાં ગઈકાલના વરસાદથી ઉજવણીનો વિક્ષેપ થયો હતો. જેમાં ખેલૈયાઓના ખેલ બગડ્યા હતા. આ વચ્ચે આજે પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે બે વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના ભારે ઝાપટા શરૂ થયા હતા અને વધુ દોઢ ઇંચ વરસાદ વરસી જવા આ ઉપરાંત ગતરાત્રે ભાણવડ તાલુકામાં પણ ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા. આસો માસમાં છવાયેલા અપાઢી માહોલમાં કલ્યાણપુર તાલુકામાં આજે બપોરે ચાર મી.મી. વરસાદ જવા પામ્યો છે. કેટલાક વિસ્તારોમાં માવઠા | જેવા આ વરસાદથી ખેતરોના પાકમાં નુકસાની થવા પામી હતી.

તાલુકામાં મોસમનો કુલ વરસાદ 91 ઈંચથી વધી ગયો છે.

તાલાલા શહેરમાં બપોર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકતા આખું શહેર પાણી-પાણી થઈ ગયું હતું. તાલાલા શહેરમાં દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડયો ઉપરાંત ભોરવાવ ગીર અને સાંગોદ્રા ગીર વિસ્તારમાં પણ દોઢથી બે ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત તાલુકાના અનેક ગામોમાં પણ અડપા ઈંચ અને તેનાથી પણ ઓછા પ્રમાણમાં વરસાદ પડયો છે. છેલ્લા ચાર દિવસમાં બે વખત મુશળધાર વરસાદ ખાબક્યો છે. તાલાલા પંથક માં મગફળી, સોયાબીન વિગેરે પાક તૈયાર થઈ ગયો છે ત્યારે ખરીફ વરસાદ બંધ થવાનું નામ લેતી નથી. જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આજના વરસાદથી ખરીફ પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.

અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અમરેલી શહેરમાં ધનયોર વાદળો વચ્ચે ધોધમાર બે ઇંચ વરસાદ વરસ્યો હતો. વિજળીના કડાકા-ભડાકા સાથે પોધમાર વરસાદથી બસ સ્ટેન્ડ પાસે આવેલા રોડ પર પાણી વહેતા થયા હતા. ખાંભા પંથકમાં પણ બપોર બાદ વાતાવરલ પલ્ટો આવ્યો હતો અને અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ખાંભાનાં દાઢીયાળી, દીવાનના સરાકડિયા, ગીંદરડી, તાતણીયા, લાસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ધારી પંથકમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. ચલાલામાં રોડ પર પાણી વહેતા થયા હતા. ચલાલા, દુધાળા, ખીસરી, ગઢીયા, ચાવંડ, પાતળા, તરશીગંડા સહિતના ગામોમાં વરસાદ પડયો હતો. વરસાદી માવઠાથી ખેડૂતો ચિંતામાં પડી ગયા છે.

પોરબંદર જિલ્લામાં પણ સાંજે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. કુતિયાણામાં 1 એક ઇંચ, રાણાવાલમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.

જુનાગઢમાં સાંજના સમયે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ થતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રવિવાર હોવાથી ભવનાથમાં ફરવા માટે લોકો ઉમટી પડયા હતા.

જૂનાગઢમાં માત્ર ૧ મીમી વરસાદ નોંધાયો હતો. માળિયાહાટીના, માંગરોલ પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વિસાવદરમાં બપોર બાદ અડધો ઈંચ બાદ સાંજે માત્ર અડધી કલાક જેટલા સમયમાં વીજળીના કડાકાભડાકા સાથે મોટા છાંટાથી અઢી ઈંચ વરસાદ વરસતા થોડીવાર શહેરમાં પાણી-પાણી થઈ ગયું હતું. વિસાવદર શહેર ઉપરાંત આસપાસના મામ્ય વિસ્તારમાં પણ ઘોષમારવરસાદ વરસ્યો હતો. માંગરોળમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates