શાકભાજી સસ્તાં: કોબીજ, કોથમીર, મેથી, રીંગણા, ફુલાવર યાર્ડમાં પથી ૧૦નાં કિલો
29-12-2024

સતત સૂકાં હવામાનથી આવક વધતાં શાકભાજીથી છલકાતી બજારો
શિયાળાની જમાવટ રહેતા, સતત સુકા અને ઠંડા હવામાનથી અને માવઠાંની માઠી નહીં આવતા શાકભાજીની આવકમાં નોંધપાત્ર વધારો થવાર વ સાથે તાજા 1 શાકભાજી હવે સસ્તા ઉપલબ્ધથવા લાગ્યા છે. કોબીજ, રીંગણા અને ફલાવરની એક દિવસમાં ૧૭૦૦ ક્વિન્ટલની આવક સાથે તેના રૂા.પાંચથી દસના કિલો લેખે જથ્થાબંધમાં વેચાયું હતું. ઉપરાંત કોથમીર અને મેથી જેવી ભાજીની ધૂમ આવક સાથે તેના ભાવ પણ પ્રતિ મણ મહત્તમ રૂા. ૨૦૦ રહ્યા હતાં. આ ઉપરાંત દૂધી, ગાજર, બીટ, ગલકાં, વાલ સહિત અનેકવિધ શાકભાજીઓના ભાવ પણ ઘટયા છે અને આવક વધી છે. લીલા આંબળા છૂટથી મળવા લાગ્યા છે તો જીંજરા, ડાળખાં કાઢેલા લીલાચણા સીઝનના આરંભે રૂ।.૪૦૦ના કિલો વેચાતા તે હવે રૂ।.૧૫૦ આસપાસના ભાવે વેચાવા લાગ્યા છે અને તેની ખપત પણ વધી છે. શેરડી, જામફળ, બોર જેવા શિયાળુ ફળની આવક પણ વધી છે. હાલ, સારી ગુણવત્તાના સરગવો, તુરિયા અને લીલા લસણના ભાવ ઉંચા રહ્યા છે. જ્યારે લીંબુના ભાવ પ્રતિ મણ રૂ।.૨૦૦થી ૮૦૦ વચ્ચે સ્થિર જળવાયા છે.
ખેડૂતો દ્વારા સસ્તા ભાવે વેચાતા શાકભાજી બજાર પહોંચતાં મોંઘાંઃ ઓર્ગેનિક શાકની વધી રહેલી માંગ
જો કે ઉપરોક્ત તમામ શાકભાજીના ભાવ બજારમાં ફેરિયા અને વેપારીઓ પાસે પહોંચતા ૨થી ૩ ગણા થઈ જાય છે અને આથી ઘણા ગ્રાહકો સીધુ વાડમાંથી શાકભાજી ખરીદવા પહોંચી જતા હોય છે. શાકભાજી આરોગ્યપ્રદ છે પરંતુ, તેમાં કેમીકલ અત્યંત હાનિકારક છે આથી શાક ઉગાડવા, સાચવવા કેમીકલના ઉપયોગ સામે લોકોમાં હવે મળી છે અને તેથી અનેક લોકો હવે ઓર્ગેનિક કોઈ કેમીકલ વગરનું શાક બકાલુ શોધીને ખરીદી કરતા પણ જોવા મળ્યા હતા.
બીજીતરફ, મુખ્ય યાર્ડમાં ચણાના ભાવ વધીનેપ્રતિ મણ મહત્તમ રૂા.૧૨૯૦એ પહોંચી જતા હવે ચણા કરતા મગફળી (પ્રતિ મણ રૂા.૯૦૦થી ૧૨૦૦) સસ્તી થઈ છે. હેલ્થ કોન્શિયસ લોકો સિંગતેલને બદલે કાચી મગફળી પાણીમાં પલાળીને ખાવાનું વધુ પસંદ કરતા હોય છે.
દૂધી,બીટ,ગાજર,મરચાં,ગલકાં, વાલ, આદુ સહિતના ભાવ પણ ઘટયા જ્યારે મુખ્ય યાર્ડમાં ચણા કરતાં મગફળી સસ્તી
માવઠાંની મુસીબત હાલ પુરતી ટળી જતા અને એકધારું સુક્-સૂર્યપ્રકાશિત હવામાન રહેતા લીલાછમ્મ શાકભાજીની આવકથી માર્કેટ યાર્ડ અને શાક માર્કેટો ઉભરાઈ રહી છે. આરોગ્ય માટે શાકભાજીનું સેવન તબીબો દ્વારા કાથમ સૂચવાતું રહ્યું છે. શહેરમાં પ્રમાણિત ઓર્ગેનિક શાકભાજી અને ખેડૂતો સીધુ વેચાણ કરી શકે તેવા હાટની જરૂર વર્તાઈ રહી છે.