જામનગર નજીક વાગડિયા ડેમ પ્રથમ વરસાદમાં જ છલોછલ, હેઠવાસમાં આવતા ગ્રામ્ય વિસ્તારોને ચેતવણી

23-06-2025

Top News

રણજીતસાગર ડેમમાં પણ નવાં નીરની આવક

જામનગર નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વાગડિયા ડેમાં આજે રવિવારે પડેલા વરસાદના કારણે નવા પાણીની આવક થઈ હતી. અને હાલ ડેમ પૂરો ભરાઈ ગયો હતો અને ઓવરફલો થવાની શક્યતા હતી. જેને લઈને આસપાસના વિસ્તારના ગામોનાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના અપાઈ હતી. બપોરે ૪ વાગ્યા ભાદ વાગડિયા ડેમ પૂરો ભરાઈ જતાં તેના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામો જે પૈકી વાગડિયા ગામ,સુમરી ભલસાણ, વાણીયા ગામ સહિતના ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની તંગ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.

ભાયાવદરમાં કાચા સોના જેવા વરસાદથી આનંદ

ભાયાવદરમાં વહેલી સવારે ૪ વાગ્યાથી બપોરના ૧૧.૩૦ સુધીમાં ધીમી ધારે દોઢ ઇંચ વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. કારણ કે અમુક ખેડુતોએ સાહસ કરીને કોરામાં વાવેતર કરી દીધું હતું અને પાછળ રહી ગયેલ ખેડૂતોએ ૭ દિવસ પહેલા સામાન્ય વરસાદમાં વાવણી કરી દીધી હતી. આ વાવેતર ઉપર દોઢ ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતો માટે જાણે કાચું સોનું વરસી ગયું હોય. તે મુજબ એક ખુશીની લહેર ખેડુતોના ચહેરા ઉપર જોવા મળતી હતી.

જામજોધપુરના તાલુકાનાં સડોદર પંથકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

જામજોધપુર તાલુકાના સડોદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે પોધમાર સાડા ત્રણ ઈચ જેવો વરસાદ વરસી ગયો હતો. પરિણામે સાનવડલી, ખોડિયાર, માવૌવા, આથમણો, ટીપરવાડી, હંસેશ્વર વગેરે નાના-મોટા ડેમોમાં નવા નીરની પુષ્કળ આવક થઈ હતી.

અન્ય ડેમ વિસ્તારની વાત કરવામાં આવે તો રણજીત સાગર ડેમમાં પણ નવા પાણીની આવક થઈ છે, જ્યારે કાલાવડ તેમજ જોડિયા પંથકમાં પડેલા વરસાદના કારણે પણ નાના ચેકડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે.

વીરપુર પંથકમાં ધીમીધારે વાવણીલાયક મેઘમહેર વરસી

વીરપુર, તા.૨૨ યાત્રાધામ વિરપુર પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું. સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતો માટે દિવસ દરમિયાન વાવણીલાયક મેઘમહેરથી કાચા સોના માફક છે. યાત્રાધામ વીરપુર સહિત ગ્રામ્ય પંચકના થોરાળા, કાગવડ, જેપુર, હરિપુર, મેવાસા સહિત વિસ્તારોમાં મેઘરાજા પીમીધારે વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણીઓ ફેલાઈ છે. જેમને લઈને ખેડૂતોએ પાકનું ઉત્પાદન સારું થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates