ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન 4.41 લાખ ટન વધ્યું છતાં ભાવ વધારો!

14-02-2025

Top News

રોટી બની મોંઘીઃ ઘઉંના ભાવ પ્રતિ મણ રૂ700 ને પાર થયા

ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન ગત વર્ષ ઈ.સ. ૨૦૨૩-૨૪ની સાપેક્ષે ઈ.સ ૨૦૨૪-૨૫ માં ૪.૪૧ લાખ ટન જેવું નોંધપાત્ર ઉત્પાદન વધ્યું છે. માલની સપ્લાય વધે ત્યારે ભાવ ઘટવા જોઈએ તેના બદલે ઉલ્ટુ ઘઉં મોંઘા થયા છે. ગુજરાતીઓમાં ઘરે ઘરે ખવાતા ટુકડા ઘઉંના ભાવ આજે વધીને રૂા.૭૦૦ને પાર થઈને પ્રતિ મણ રૂ।.૬૧૨-૭૨૬ નોંધાયા હતા.એટલે કે ઘંઉની ગત વર્ષની સીઝન કરતા આ વર્ષની સીઝનમાં ૨૦ ટકાથી વધુ ભાવ વધારો થયો છે. જેના પગલે રોટી પણ હવે મોંઘી થઈ છે.

ગત વર્ષની સાપેક્ષે ઘઉંનું ઉત્પાદન ૧૧ ટકા વધ્યું અને ભાવ ૨૧ ટકા વધ્યા!

ઘઉંનો દૈનિક આહારમાં ઉપયોગ જાણીતો છે, રોટલી, ભાખરી,પૂરીથી માંડીને ચૂરમાના લાડુ, લાપસી સહિત પરંપરાગત વાનગીઓમાં તેનો ઉપયોગ ઘરે ઘરે રોજ થાય છે. નવા ઘઉં બજારમાં | આવવાનું શરુ થઈ ગયું છે, લોકો ઘઉંની ખરીદી વાર્ષિક જરૂરિયાત મુજબ કરતા હોય છે અને આ છૂટક ખરીદી સામાન્ય રીતે ધુળેટી પછી શરુ થતી હોય છે હાલ સીઝનમાં જ ઉંચા ભાવ છે.

ત્યારે ભાવવધારો ૨૦૨૪માં શરુ થયો છે, ગત દિવાળીએ, ઓક્ટોબર-૨૦૨૪માં ઘઉંના ભાવ વધીને પ્રતિ મણ ૮િ૨-૬૧૭એ પહોંચ્યા હતા જ્યારે હજુ એક માસ પહેલા તા.૧૩ જાન્યુઆરી વધીને રૂ.૬૦૭-૬૭૮ અને ગઈકાલે મહત્તમ ભાવ રૂ.૯૯૬ બાદ આજે રૂા.૭૦૦ની સપાટી પાર કરીને રૂા.૭૨૬એ પહોંચી ગયા છે.

વર્ષ પહેલા સીઝન વખતે ટુકડા ઘઉં રૂા.૫૦૧-૫૯૫નાં, ગત દિવાળીએ રૂા.૫૮૨-૯૧૭એ પહોંચ્યા બાદ હવે ૬૧૨થી ૭૨૬એ પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે ઈ.સ. ૨૦૨૩-૨૪ના વર્ષમાં ગુજરાતમાં ૧૨.૪૬ લાખ હેક્ટરમાં ૩૯.૦૩ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું જે સામે ગત સીઝનનું વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૩.૫૭લાખ હેક્ટર જમીનમાં અંદાજે ૪૩.૪૪ લાખ ટન ઘઉંનું ઉત્પાદન છે. એટલેકે એક વર્ષમાં ઘઉંનું ઉત્પાદન ૧૧ ટકા વધ્યું પરંતુ, ભાવ ઘટવાને બદલે ઉલ્ટુ ૨૧ ટકા વધી ગયા છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates