રાજ્યમાં 13.32 લાખ હે.માં ઘઉંની વાવણી, યાર્ડમાં નવા ઘઉંની આવક શરુ

15-01-2025

Top News

ગુજરાત સહિત દેશભરમાં ઘઉંનું ઉત્પાદન વધવાની ધારણા

મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ આજે કૃષિ વિભાગ દ્વારા જારી વિગત મૂજબ ગુજરાતમાં રવી સીઝનના પિયત ધંઉંનું વાવેતર ગત વર્ષે આજ તા. ૧૩ જાન્યુઆરી સુધીમાં ૧૨,૧૮,૭૫૨ હેક્ટરથી વધીને આ વર્ષે ૧૩,૩૨,૦૫૧ હેક્ટર થયું છે જે આખી સીઝનના નોર્મલ વાવેતર કરતા પણ ૭.૬૪ ટકા વધી ગયું છે. આ સાથે જ નવા ધંઉની આજે રાજકોટ યાર્ડમાં આવકની શરુઆત થઈ હતી.

ગુજરાતમાં ૧.૧૪ લાખ હેક્ટર વધુ હસે છે વિસ્તારમાં ઘંઉનો પાક લેવાઈ રહ્યો તો સમગ્ર દેશમાં પણ સૌથી વધુ વાવેતર ઘંઉમાં વધ્યું છે જેમાં ડિસેમ્બર અંતિત ઈ.સ.૨૦૨૩-૨૪માં દેશમાં ૩૧૩ લાખ હેક્ટર સામે આ વર્ષે ૩૧૯.૭૪ લાખ એટલે કે ૬.૭૪ લાખ હેક્ટરનો વધારો જોવા મળ્યો હતો.

ગત વર્ષ કરતા રાજ્યમાં ૧.૧૪ લાખ સહિત સમગ્ર દેશમાં ૬.૭૪ લાખ હે. ઘઉંનું વધુ વાવેતર: મકાઈ,ચણા,જીરુ,ડુંગળી-બટાટામાં પણ ઉત્સાહ

ઘંઉ એ ગુજરાત સહિત અનેક રાજ્યોનો મુખ્ય અને રોજિંદો ખોરાક રહ્યો છે અને બિસ્કીટથી માંડીને બ્રેડ સહિત અનેક પેક્ડ આઈટેમો પણ થંઉથી બને છે. રાજ્યમાં નોર્મલી ૧૨.૩૮ લાખ હેક્ટરમાં ઘંઉ વવાય છે પરંતુ, આ વર્ષે તેમાં વધારો નોંધાયો છે.

આ ઉપરાંત, મકાઈ, ચણા, કઠોળ, ધાણા, ડુંગળી, બટેટા, શાકભાજી સહિત અન્ય પાકોનું વાવેતર પણ વધ્યું હોય મબલખ કૃષિ ઉત્પાદનનો આ વર્ષે અંદાજ છે. આજ સુધીમાં રાજ્યમાં કુલ ૪૫.૧૯ લાખ હેક્ટરમાં વાવણી થઈ છે જે ગત વર્ષની સાપેક્ષે ૨.૪૭ લાખ હેક્ટર વધી ગયું છે ગયું અને હજુ આશરે પખવાડિયા સુધી છૂટીછવાઈ વાવણી થતી રહે તેવી શક્યતા છે.

ઘઉંનું સર્વાધિક વાવેતર પણ સૌરાષ્ટ્રમાં થાય છે, યાર્ડમાં પ્રતિ ટુકડા ઘઉંનો ભાવ મણ રૂ।.૬૦૭-૬૭૮

રાજકોટ બેડી યાર્ડમાં આજે નવા ઘંઉની પ્રથમ આવક નોંધાઈ હતી જેમાં મુહુતના સોદા પેટે રૂા. ૧૧૧૧ ચૂકવાયા હતા પરંતુ, પાર્ડમાં ગત વર્ષની સાપેક્ષે ઘંઉંના ભાવ આંશિક વધારા સાથે જળવાયા છે તેથી ખેડૂતોને પુરતા ભાવ મળવાની આશા છે. પાડમાં આજે ટુકડા ઘંઉ કે જે મહત્તમ ઘરે ઘરે ખાવામાં વપરાતા હોય છે તેના પ્રતિ મણ રૂ।.૬૦૭થી રૂ।.૯૭૮ સુધીના ભાવ  મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં લોકો ઘંઉની વાર્ષિક ખરીદી કરતા રહ્યા છે અને આ ખરીદી પુળેટી પછી શરુ થતી હોય છે, હાલ જગ્યાબંધ ખરીદી ધમધમશે.

અન્ય પાકોમાં ચણાનું રેકોર્ડ ૮.૪૧ લાખ હેક્ટરમાં, જીરુ ૪.૭૯ લાખ, ધાણા ૧.૩૦ લાખ હે.માં ગત વર્ષથી વધારે વાવેતર થયું છે. ડુંગળીના વાવેતરમાં ઉત્સાહ વધ્યો છે અને આ વર્ષે રેકોર્ડબ્રેક ડુંગળી ઉત્પાદન થવાની શક્યતા જણાય છે. નોર્મલ વાવેતર રવી સીઝનનું ૭૯ હજાર હેક્ટર હોય છે, ગત વર્ષે ૬૮૯૮૪ હે.માં વાવેતર થયું હતું અને આ વર્ષે ૯૩,૪૯૫ હે. માં ડુંગળીનો પાક લેવાઈ રહ્યો છે. બન્ને સીઝનનું થઈને ડુંગળી વાવેતર એક લાખ હેક્ટરે પહોંચવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ઘંઉનું વાવેતર પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સર્વાધિક થાય છે. રાજ્યમાં ફૂલ ૧.૩૩ લાખ હે .પૈકી સૌરાષ્ટ્રમાં ૫.૫૧ લાખ હેક્ટરમાં ધંઉના બીજ રોપાયા હતા. બીજા નંબરે ઉત્તર ગુજરાતમાં ૩.૭૨ અને મધ્ય ગુજરાતમાં ૩.૪૩ લાખ હે.માં વાવેતર થયું છે. જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં તો એક-એક લાખ હેક્ટરથી વધુ જમીનમાં ઘંઉં પાકી રહ્યા છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates