રાજ્યમાં શિયાળુ વાવેતરમાં ગરમી આવી, ઘઉં, ચણા, મકાઈ, ડુંગળી, બટાટામાં વધારો
25-12-2024

હજુ એકાદ માસ વાવણી બાકી ત્યારે મોસમની ૯૪ ટકા વાવણી થઈ ગઈ
રાજકોટ, ગત પખવાડિયાથી સતત જોઈતી ઠંડી અને વધુ પડતી ઝાકળવર્ષા કે માવઠાંના અભાવ વચ્ચે સુકુ હવામાન મળી રહેતા અને લગ્નની સીઝન પૂરી થઈ હોય તેમજ ગત ખરીફ વાવેતરનો નિકાલ થવા લાગ્યો હોય રવી સીઝનના શિયાળુ વાવેતરમાં ગરમી આવી છે અને આજ સુધીમાં રાજ્યમાં ૪૩.૩૨ લાખ હેક્ટરમાં એટલે કે સમગ્ર સીઝનમાં થાય તેના ૯૪ ટકા વાવેતર થઈ ગયું છે જે ગત વર્ષે આ સમયમાં વાવેતર કરતા પણ ૨૪ હજાર હેક્ટર વધ્યું છે. ખાસ કરીને ધંઉં, ચણા, મકાઈ, ડુંગળી, બટાટાના પાકોમાં ભારે ઉત્સાહ વર્તાયો છે અને વાવેતર વધ્યું છે.
ઔષધીય વૃક્ષ પણ વપરાય વસન તરીકે તે તમાકુનું વાવેતર વધ્યું, જીરું, ધાણા, શેરડી, રાઈ, જુવારનું યથાવત્, વરિયાળીમાં હજુ સુસ્તી
સત્તાવાર વિગત મૂજબ ખરાજ્યમાં (૧) આ ઋતુનો મુખ્ય પાક ક એવા ઘંઉંનું ગત વર્ષે આજ સુધીમાં ૧૧.૪૦ લાખ સામે આ વર્ષે ૧૧.૭૯ લાખ હેક્ટરથી વધુ વાવેતર થયું છે. વર્ષે સરેરાશ ૧૨.૩૭ લાખ હે.માં ઘઉંનો પાક લેવાતો હોય છે. જ્યારે (૨) મકાઈનું વાવેતર નોર્મલી આખી સીઝનમાં ૧,૦૩,૮૮૬ ફેક્ટરમાં થાય છે. ગત વર્ષે આ સમય સુધીમાં વધીને ૧.૦૮ લાખ હેક્ટરમાં હતું તે આ વર્ષે તેથી પણ વડીને ૧.૨૯ લાખ હેક્ટરમાં થયું છે એટલે કે નોર્મલ કરતા અત્યારે જ ૨૧ ટકા વધી ગયું છે. (૩) ચણાનો પાક લેવામાં ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે. ગત વર્ષે આજ સુધીમાં ૫.૯૧ લાખ હે. સકામે આ વર્ષે કે આશરે ૨ લાખ હેક્ટરમાં વધુ વાવેતર થયું છે અને હજુ વાવણી જારી છે. (૪) ડુંગળીના ભાવ હાલ બજારમાં દસેક દિવસ પહેલા ગત વર્ષથી વધારે અને હવે ઘટયા છે.